HomeGujaratGujarat : અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી...

Gujarat : અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે

ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ પૂરો થયો છે અને હવે ગરમી તોબા પોકારાવી રહી છે. રાજ્યમાં બેથી ચાર ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગરમીને લઈને આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. 14થી 20 એપ્રિલ સુધી ગરમીમાં વધારો થશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 14થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો થશે. તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન ઊંચુ રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાન 24થી 26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેતા ઉકળાટની અસર વર્તાશે.

ગુજરાતમાં આજથી ગરમીનું જોર વધશે. રાજ્યમાં તાપમાનનો પારો 37થી 38 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ઉકળાટની અસર વર્તાશે. ભાવનગરમાં સૌથી વધુ 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ 36.3, સુરેન્દ્રનગર 35.8, અમદાવાદ 35.8, ભુજ 35.6, ગાંધીનગર 35.2 ,કંડલા 35.6 વડોદરા 34.6 અને સુરત 32.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments