E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : અંબુજા ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ ત્રિ દિવસીય વર્કશોપનું આયોજન...

Gujarat : અંબુજા ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કૅન્સર અવેરનેસ ત્રિ દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

અંબુજા ફાઉન્ડેશન, અંબુજા સિમેન્ટ તથા એસોસિએશન ઓફ બ્રેસ્ટ સર્જરી યુકે તથા ઈન્ડિયા, જિલ્લા આરોગ્ય વિભાગ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ તાલીમ અને ફ્રી બ્રેસ્ટ કેન્સર નિદાન કેમ્પનું આયોજન તા: ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રાખવામાં આવેલ. આ કાર્યક્રમના ઉદઘાટનના મુખ્ય અતિથિ તરીકે શ્રી નીલેશ જાજડિયા સાહેબ IPS, ઇન્સ્પેકટર જનરલ ઓફ પોલીસના હસ્તે દીપ પ્રાગટ્ય અને શુભેચ્છા સંદેશ દ્વારા કરવામાં આવેલ.


આ ત્રિ દિવસીય વર્કશોપમાં વિસ્વના કેન્સર નિષ્ણાત સર્જનો દ્વારા ડૉક્ટર તેમજ મેડિકલ સ્ટાફને બ્રેસ્ટ કેન્સરના લક્ષણો અને સારવાર તેમજ પ્રીવેન્સન સંબધિત તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧ દિવસ ફ્રી બ્રેસ્ટ કેન્સર તપાસ કેમ્પ નિષ્ણાત સર્જનો દ્વારા કરવામાં આવશે. આ ઇવેન્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ આજના સમયમાં વધતાં જતાં બ્રેસ્ટ કેન્સરના કેશો અને તેના પ્રત્યેની જાગૃતિ વધારવાનો છે.
તા: ૧૦ ના પ્રથમ દિવસે વર્કશૉપના ઉદઘાટનમાં શ્રી શ્રી ડી. બી. વઘાસિયા સાહેબ, જનરલ મેનેજર-અંબુજા ફાઉન્ડેશન, દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ડો. લીન ચાંગલા તથા ડો. સારાહ ડોની દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગેની જાગૃતતા અને ત્રિ દિવસીય કાર્યક્રમ વિશેની જાણકારી આપવામાં આવી. સ્કોડર્ન લીડર શ્રી સંજય વશિષ્ટ સાહેબ, અંબુજા સિમેન્ટ દ્વારા સામાજિક વિકાસના કામો મહિલાઓની ભાગીદારી, સિમેન્ટ કંપની સામાજિક જવાબદારી અને આજની ઇવેન્ટ વિશે માહિતગાર કરવામાં આવેલ. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી નીલેશ જાજડિયા સાહેબ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોલીસ અને ડોકટરની સમાજ પ્રત્યેની નિષ્ઠા તથા કાર્ય પ્રણાલી વિશે રજૂઆત કરી. તેમણે આજની આ ઇવેન્ટને અંબુજા ફાઉન્ડેશનની સમાજ પ્રત્યેની જવાબદારીની પ્રશંસા કરી.

આ કાર્યક્રમમાં જિલ્લાના PHC અને CHC તેમજ ખાનગી હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓ સહભાગી થઈ માર્ગદર્શન મેળવશે. આ કાર્યક્રમમાં ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નિષ્ણાત દ્વારા વિષય ઉપર વિશેષ છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ચંદ્રકાંત કુંભાણી સાહેબ, COO અંબુજા ફાઉન્ડેશન, શ્રી ઉમાશંકર ચૌધરી સાહેબ, CPM અંબુજા સિમેન્ટ, ડો. અરુણ રૉય, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તથા ડો. વિનાયક અંબુજા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તથા પ્રોત્સાહન માટે સતત માર્ગદર્શન કરવામાં આવેલ છે.

REPOTER : કૈલૈશ ભટ્ટ ઉના

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments