ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરકોટડા પોલીસે એક ગોડાઉન માંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડા પાડીને કુલ 77.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર 6 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં શહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સ ગોડાઉનમાં સંતરાની આડમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. ગોડાઉનથી રૂ.77,54,784/- કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 15996 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક વાહન, 2 મોબાઇલ ફોન, રોકડા સહિત કુલ રૂ.1,02,75,314/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી મામલે પોલીસે રમેશચંદ રામલાલ ઝુલાહા(કબીરપંથી) (ઉં.વ.30, રહે. ગામ-વાલમ, તા-રામશહેર પોસ્ટ લુનસ જિ-સોલન, હિમાચલપ્રદેશ) અને ફિરોજ ઉર્ફે સલીમ સ/ઓ હાસમભાઈ શેખ (ઉં.વ.50 રહે. ગોમતીપુર, અમદાવાદ)ની ધરપકડક કરી છે. પ્રોહિબિસન કેસમાં 6 આરોપી પોલીસ પકડમાં આવ્યા ન હતા. જેમાં જયેશભાઇ પરમાર (રહે. દાણીલીમડા, અમદાવાદ), રાશીદ ઉર્ફે રાનુ સ/ઓ ફીરોજભાઇ રાઇન (રહે.સૈયદવાડી વટવા, અમદાવાદ), મોનુ, બબ્બન, પંડિતજી નામનો ઇસમ, ટ્રકનો માલિકનો સમાવેશ થાય છે.


