HomeGujaratGujarat : અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2...

Gujarat : અમદાવાદ એરપોર્ટ પર DRIની મોટી કાર્યવાહી: બેંગકોકથી લાવવામાં આવેલો 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખસો પાસેથી કરોડો રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.

બેગમાંથી મળ્યા ગાંજાના વેક્યૂમ-સીલ પેકેટ

મળતી માહિતી અનુસાર, એરપોર્ટ સુરક્ષા એજન્સીઓને અગાઉથી જ નશીલા પદાર્થની હેરફેર અંગે બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિયેટ જેટ એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ ઉતરેલા બે શખસો પર વોચ રાખવામાં આવી હતી. મુસાફરો એરપોર્ટ પર ઉતરતા જ તપાસ સંસ્થાઓએ તેમની અટકાયત કરી હતી.શંકાસ્પદ મુસાફરોના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ટ્રોલી બેગની અંદરથી 8 જેટલા વેક્યૂમ-સીલ કરેલા પ્લાસ્ટિક પેકેટ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ પેકેટ્સમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL ટેસ્ટ બાદ પુષ્ટિ થઈ હતી કે આ ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો છે. 2.25 કિલો હાઈબ્રિડ ગાંજોની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે.

કસ્ટમ વિભાગે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને શખસો મૂળ મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી છે. હાલ આ ડ્રગ્સ નેટવર્ક પાછળ કોણ છે અને અમદાવાદમાં આ જથ્થો કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં હાલ પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments