E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : "અમને બગીચો જોઈએ છે, બજાર નહીં", રહીશોએ શાકમાર્કેટના નિર્ણય...

Gujarat : “અમને બગીચો જોઈએ છે, બજાર નહીં”, રહીશોએ શાકમાર્કેટના નિર્ણય સામે જંગ છેડ્યો

રંગમ સોસાયટીના રહીશોનો હલ્લાબોલ: ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વધવાની ભીતિ સાથે ‘રામધૂન’ બોલાવી વિરોધ નોંધાવ્યો


અંકલેશ્વર,


​અંકલેશ્વર GIDC વિસ્તારમાં બગીચા માટે નિર્ધારિત કરવામાં આવેલી જગ્યા પર શાકભાજી માર્કેટ સ્થાપવાના નિર્ણય સામે સ્થાનિક રહીશોએ રણશિંગું ફૂંક્યું છે. રંગમ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ નોટિફાઇડ એરિયાની કચેરી ખાતે થાળી-વેલણ વગાડી અને રામધૂન બોલાવીને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, અગાઉ આ ખુલ્લી જમીન પર બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે બગીચો બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે ત્યાં શાકમાર્કેટ બનાવવાથી વિસ્તારમાં ગંદકી, ટ્રાફિક જામ, અવાજનું પ્રદૂષણ અને સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા થશે. સ્થાનિકોએ આ નિર્ણય તાત્કાલિક મોકૂફ રાખવાની માંગ કરી છે. આ મામલે ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ રહીશોની લેખિત રજૂઆત સ્વીકારી ચીફ ઓફિસર સાથે પરામર્શ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments