ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે.
ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની મોટી અસર ગેસ સહિતના પુરવઠા પર પડી છે. સમગ્ર દેશમાં ગેસની બોટલોને લઈ ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાવાળાને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. લોકોમાં ગેસ પુરવઠામાં તંગી સર્જાવાની દહેશત ફેલાઈ હોવાથી ગેસ સંચાલકોની ઓફિસો પાસે લાઈનો લગાવી છે. ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે.

અમદાવાદમાં ગેસની બોટલને લઈને ભારે હાલાકી સર્જાઈ છે. નાની હોટેલ અને નાશ્તાની રેસ્ટોરન્ટ ચલાવતા લોકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આજે માત્ર આખા દિવસમાં એક જ બોટલ ચાલે એટલો પુરવઠો છે. નવી બોટલ મળશે તો આગળ કામ થશે તેવું હોટેલના સંચાલકોનું કહેવું છે. દુકાનદારો કહી રહ્યાં છે કે ગેસની બોટલ નહીં મળે તો અમારે કામકાજ બંધ રાખવું પડશે. અમારે ત્યાં નોકરી કરનારાને પણ અમે પૈસા નહીં આપી શકીએ. રોજ એક બોટલ જોઈએ છે જો એ પણ નહીં મળે તો અમારે ધંધો બંધ કરવા સિવાય કોઈ રસ્તો નથી. કોમર્શિયલ ગેસની અસરથી કોલેજની કેન્ટિનમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ ભોજન મેળવવા મુશ્કેલી થઈ છે.
વડોદરામાં પણ રસ્ટોરન્ટોમાં એક જ દિવસ ચાલે તેટલો જ ગેસ છે. સાંજે રેસ્ટોરન્ટમાં જમવાનું બનશે કે નહીં તે એક સવાલ છે. વડોદરા સ્ટેશન વિસ્તારમાં 25 જેટલી હોટલો આવેલી છે. જ્યાં આજે ચાલે તેટલો જ ગેસનો જથ્થો છે. જો ગેસ નહીં મળે તો રેસ્ટોરન્ટ બંધ કરી પડે તેવી સ્થિતિ છે. રેસ્ટોરન્ટના સંચાલકોનું કહેવું છે કે, ગેસની અછતના કારણે ભાડા કેવી રીતે કાઢવા તે સવાલ સતાવી રહ્યો છે. બેરોજગારીમાં વધારો થશે, બ્લેકમાં પણ બોટલ મળતી નથી. સરકારે સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. સુરતમાં પણ રસ્ટોરન્ટના સંચાલકો ચિંતામાં છે.


