આટકોટ ગોંડલ ચોકડી પાસે ફરીયાદી નાઓ તેના પત્નિ સાથે આટકોટથી વીરનગર જતા હોય ત્યારે એક મોટર સાયકલ બે સવારીમાં માં આવી ફરીયાદીના પત્નિના ગળામાં પહેરેલ સોનાનાના ચેઇનની ચીલ ઝડપ કરી નાશી ગયેલ હોય વીગેરે મતલબેની આટકોટ પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૪(૨),૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. આ ગુન્હો વણશોધાયેલ હોય.
રાજકોટ જીલ્લામાં બનતા વણ શોધાયેલ ગુન્હાઓ તેમજ જીલ્લામાં બનતા મિલ્કત સંબધી ગુન્હાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડવા જરૂરી ટીમ બનાવી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય મળેલ સુચના મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સપેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એચ.સી.ગોહિલનાઓ તથા તાબાના એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સ્ટાફ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આરોપીને પકડીપાડવા માટે પ્રયત્નો શીલ હોય દરમ્યાન હયુમન શોર્ષીસ તથા ટેકનીકલ મળેલ બાતમી આધારે ઉપરોકત ગુન્હાના બન્ને આરોપીઓને ગુન્હામાં વાપરેલ વાહન તથા રોકડ રકમ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૨,૭૬,૬૦૦ના મુદામાલ સાથે શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી વૃશાત ઉર્ફે શ્યામ વિજય ધનેશા તથા નિસિત હિતેષ ચોકસી રહે બંને રાજકોટને પકડી આરોપીઓની પુછપરછ કરતા બન્ને. આરોપીઓ અવાર નવાર ચીલ ઝડપના ગુન્હાઓમાં પકડાયેલ હોય અને ગુન્હો કરી નાશી જઇ સોનાના દાગીના વેચી નાખી પોતાના મોજ શોખ પુરા કરતા હોવાની કબુલાત આપેલ હોય જેથી બન્ને ઇસમોને પકડી આગળની કાર્યવાહી કરવા સારૂ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
REPORTER : સુરેશ ભાલીયા જેતપુર