રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે આમોદ નગરપાલિકા આખરે એક્શન મોડમાં આવી છે.

લાંબા સમયની નિષ્ક્રિયતા બાદ, નગરપાલિકાના મુખ્ય અધિકારીની આગેવાનીમાં અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને કચરો નાખતા લારી-ગલ્લા ધારકોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. નગરપાલિકાએ દંડનું કડક માળખું જાહેર કરતા ચેતવણી આપી છે કે, પ્રથમ વખત ગંદકી કરતા પકડાશે તો ₹500 અને બીજી વખત ₹700 નો દંડ વસૂલવામાં આવશે. જો તેમ છતાં વેપારીઓ દ્વારા સુધારો કરવામાં નહીં આવે, તો અંતિમ પગલાં રૂપે નગરપાલિકા દ્વારા લારી-ગલ્લા જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ આ સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે


