E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ઇડરના રામલેશ્વર તળાવમાં માછલીઓના મોત:

Gujarat : ઇડરના રામલેશ્વર તળાવમાં માછલીઓના મોત:

માછલીઓના પરીક્ષણ માટે વિશેષ લેબોરેટરી ઉપલબ્ધ ન હોવાની પણ હકીકત સામે આવી.સાબરકાંઠા જીલ્લાના ઈડર શહેરના રામલેશ્વર તળાવમાં છેલ્લા કેટલાક સમયથી માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ સતત સામે આવતાં શહેરમાં ચકચાર મચી જવા પામી હતી આ ઘટનાની ગંભીરતા જોતા ઈડર નગરપાલિકા દ્વારા તળાવના પાણીના નમૂનાઓ લઈ પ્રાથમિક લેબ ટેસ્ટિંગ માટે મોકલાવવામાં આવ્યું હતું પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું ન હતું આ બાબતે ઈડર નગરપાલિકાના તંત્રએ હિંમતનગર મત્સ્ય ઉદ્યોગ વિભાગને જાણ કરવામાં આવી હતી જેના અનુસંધાને મંગળવારે બપોરના સમયે હિંમતનગર ફાયર અને ઈમરજન્સી વિભાગની બોટની મદદથી રામલેશ્વર તળાવમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી.


અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીના સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ માછલીઓના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં છે પરંતુ ઈડર જેવા વિસ્તારોમાં તળાવમાં માછલીઓના મૃત્યુ જેવી ગંભીર ઘટનાઓ સામે આવવા છતાં ઉત્તર ગુજરાતમાં માછલીઓના પરીક્ષણ માટે વિશેષ લેબોરેટરી ઉપલબ્ધ ન હોવાની હકીકત સામે આવી છે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments