E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન...

Gujarat : ઉત્તરાયણ પર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથના દર્શન

મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ભગવાનના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે, જ્યાં તેમણે અમદાવાદના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં દર્શન કરી દિવસની શરૂઆત કરી હતી. ઉત્તરાયણના પવિત્ર પર્વ નિમિત્તે અમિત શાહ દર વર્ષની પરંપરા મુજબ પરિવાર સાથે ભગવાન જગન્નાથના શરણોમાં પહોંચ્યા હતા. તેમણે ગર્ભગૃહમાં વિધિવત પૂજા-અર્ચના કરી દેશ અને રાજ્યની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, અને ભગવાનના દર્શન કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.

દર્શન બાદ અમિત શાહ મંદિર પરિસરમાં આવેલી ગૌશાળા પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાય માતાની પૂજા કરી હતી. જીવદયાના સંદેશ સાથે તેમણે ગાયોને ઘાસનું દાન (ગૌ-ગ્રાસ) પણ કર્યું હતું. દર વર્ષે ઉત્તરાયણના દિવસે અમિત શાહની આ ધાર્મિક મુલાકાત શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ગૌ-પૂજન અને દાન બાદ તેમણે મંદિરના પૂજારીઓ સાથે ટૂંકી મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ પોતાના આગળના કાર્યક્રમો અને પતંગબાજીના આયોજન માટે રવાના થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments