E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujarat​Gujarat : કદવાલી પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરની અડફેટે બાઇક સવાર ઈજાગ્રસ્ત, ચાલક...

​Gujarat : કદવાલી પાસે શેરડી ભરેલા ટ્રેક્ટરની અડફેટે બાઇક સવાર ઈજાગ્રસ્ત, ચાલક ફરાર

રાજપારડી નજીક કદવાલી ગામ પાસે શેરડી ભરેલા એક ટ્રેક્ટરે મોટર સાયકલને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

રઝલવાડા ગામના રહીશ અને વ્યવસાયે ટ્રક ડ્રાઇવર વિલિયમભાઈ ભાવસિંગભાઈ વસાવા (ઉં.વ. ૫૦) રાજપારડીથી પોતાનું કામ પતાવી મોટર સાયકલ પર પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતા એક શેરડી ભરેલા ટ્રેક્ટરના ચાલકે તેમને અડફેટે લેતા તેઓ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં વિલિયમભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વર ખસેડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાની બીકે ટ્રેક્ટર ચાલક વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ મામલે રાજપારડી પોલીસે અકસ્માત કરી ફરાર થઈ ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments