નડિયાદ ખેડા સંસદીય વિસ્તારના સાંસદ ખેલ સ્પર્ધા-૨૦૨૫ અંતર્ગત આયોજિત સાંસદ પ્રીમિયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો સમાપન સમારંભ કપડવંજ ખાતે યોજાયો હતો. કુલ ૩૨ ટીમોમાંથી નડિયાદ શહેર અને કપડવંજ ગ્રામ્ય ટીમ વચ્ચે અંતિમ મુકાબલો યોજાયો હતો, જેમાં રાસકસીભરી અને રોમાંચક મેચ બાદ નડિયાદ શહેરની ટીમ વિજેતા બની હતી. ટૂર્નામેન્ટના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ખેડા સંસદીય વિસ્તારના સાંસદ દેવુસિંહ ચૌહાણે વિજેતા ટીમને વિજય કાપ અને રોકડ ઇનામ અર્પણ કરીને ખેલાડીઓનું સન્માન કર્યું હતું. ચૌહાણે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી રમતગમતને પ્રોત્સાહન આપી રહ્યા છે અને યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને ખેલદિલી વિકસે એ માટે આવી સ્પર્ધાઓ મહત્વપૂર્ણ છે.”
આ પ્રસંગે ધારાસભ્યો રાજેશભાઇ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : નરેશ ગનવાણી નડિયાદ