E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું,...

Gujarat : કીર્તિ પટેલનો નવો વિવાદ! ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કર્યું, સાધુ-સંતોમાં નારાજગી

સોશિયલ મીડિયા પર અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલે મહા શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં ઘૂસી ડૂબકી લગાવતા નવો વિવાદ ઉભો થયો છે. કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં નારાજગી જોવા મળી છે. કીર્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

જૂનાગઢમાં મહા શિવરાત્રિના મેળાના છેલ્લા દિવસે રવેડી સમયે ભગવા વસ્ત્રો પહેરી કીર્તિ પટેલ ભવનાથમાં પહોંચી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં તે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાનમાં પહોંચતા વિવાદ છેડાયો છે. વાઈરલ વીડિયોમાં જોવા મળે છે કે, કીર્તિ સાધુઓની વચ્ચે જ મૃગીકુંડમાં ડૂબકી લગાવે છે અને ‘હર હર મહાદેવ’નો નાદ કરતી જોવા મળી છે. જોકે, તંત્રને ધ્યાને આવતા તરતજ કીર્તિને ત્યાથી દૂર કરવામાં આવી હતી.

આ મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મૃગીકુંડમાં સાધુ સંતો સાથે નીતિ-નિયમોને લઈને ચર્ચા કરાશે અને જો તેમાં ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તેવું જણાશે તો કીર્તિ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments