હિંમતનગરમા સેવાકીય કાર્યો માટે સમર્પિત ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા અને લોકજાગૃતી માટે હંમેશા પ્રયત્નશીલ એવી હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે Reduce, Reuse અને Recycle ની સંકલ્પનાને પ્રચલિત કરવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસે અનોખો donation કાર્યક્રમ થયો.
જેમા બહોળી પ્રમાણમા નગરજનોએ ભાગ લઈ ગરમ કપડાં, રમકડા, સ્ટેશનરી, સાદાં કપડા, ઘરઉપયોગી વાસણો/છત્રી/પાણીના કેરબા આપ્યા આ રીતે લોકોએ એમના માટે બિનજરૂરી પણ બીજા માટે ઉપયોગી એવી વસ્તુઓ આપી કચરાનુ ઉત્પાદન અટકાવ્યુ અને સાથે સાથે Reusing ના હેતુને વેગ આપ્યો.
આ સાથે સાથે Electronic waste અને Recycle મા આપી શકાય તેવી વસ્તુઓ પણ આપી જેનો ન.પા દ્વારા યોગ્ય નિકાલ થશે કાર્યક્રમમા સહભાગી થનાર દરેકને વૃક્ષ અને કપડાની થેલી Eco-giftના પ્રતિકરૂપે આપવામા આવી કાર્યક્રમ ધારાસભ્ય વી.ડી.ઝાલાની પ્રેરક ઉપસ્થિતીમા ખુલ્લો મુકાયો સાથે જ નગરપાલિકા પ્રમુખ, ભારત વિકાસ પરિષદ પ્રમુખ પ્રવિણભાઈ પટેલના સંકલન અને નગરપાલિકા અધ્યક્ષ શ્રીમતી જિનલ પટેલની કાર્યક્રમની સંકલ્પના અને ભારત વિકાસ પરિષદ સેક્રેટરી પરીનભાઈના માઈક્રોમેનેજમેન્ટથી કાર્યક્રમ સફળ રહ્યો અન્ય સહયોગીઓ આ કાર્યક્રમના દાતા અને પર્યાવરણ સંયોજક દિનેશભાઈ પટેલ, ગોપાલસિંહ રાઠોડ, જીગ્નેશભાઈ પટેલ, જે. કે. સોની, અતુલભાઈ સોની,અલ્પેશભાઈ સોની, દિનેશભાઈ સોની, ધવલ પ્રજાપતિ, અરુણાબેન કડિયા, અર્ચનાબેન ભટ્ટ, આકાશભાઇ , હંસાબેન પિત્રોડા, ઇલાબેન રાવલ હાજર રહ્યા.
REPORTER : ઉમંગ રાવલ સાબરકાંઠા..