E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

Gujarat : ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં એકનું મોત, 4 ને ઇજા

ખેડા-ધોળકા સવસ રોડ ઉપર મોટર સાયકલ ફૂટપાથ પર ચડી રોડ પર પડી જતા બાઈક ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે નડિયાદ રિંગ રોડ ઉપર, મલારપુરા તેમજ રઢુ નજીક સર્જાયેલા અકસ્માતમાં ચારને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડા તાલુકાના નાયકામાં રહેતા જુવાનસિંહભાઈ છોટાભાઈ સોલંકી શનિવારે રાત્રે શેખુપુરા ગામે દાદીની અંતિમ ક્રિયા પૂર્ણ કર્યા બાદ મોટર સાયકલ લઈને નાયકા આવી રહ્યા હતા. ત્યારે બાઈક ચાલક રાત્રિના ખેડા-ધોળકા સવસ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે મોટરસાયકલ ફૂટપાથ પર ચડી જઈ રોડ ઉપર પડતા બાઈક ચાલકને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખેડા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે જુવાનસિંહભાઇ છોટાભાઈ પરમાર (ઉ. વ.૩૫)ને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે સરલાબેન જુવાનસિંહ સોલંકીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે ધોળકા તાલુકાના પીસાવાડામાં રહેતા પુષ્પાબેન કાંતિભાઈ મકવાણાના પતિ કાંતિભાઈ માવજીભાઈ મકવાણા વડોદરાથી મોટરસાયકલ લઈને પીસાવાડા જઈ રહ્યાં હતા. આ દરમિયાન રઢુ દ્વારકાધીશ હોટલ નજીકથી પસાર થતા હતા, ત્યારે આઇસર ગાડીએ ટક્કર મારતા કાંતિભાઈ માવજીભાઈ મકવાણાને ઇજા થતા સારવાર માટે ૧૦૮ મારફત ધોળકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નડિયાદ મલારપુરામાં રહેતો સહલ રફીકભાઈ અલાદ મોટરસાયકલ લઈ રીંગ રોડ હેલીપેડ નજીકથી પસાર થતો હતો ત્યારે રિક્ષાએ ટક્કર મારતા સહલ અલાદને ઇજા થતા ચાર દાંત પડી ગયા હતા, જ્યારે રિક્ષા ચાલક સ્મિત ભીખાભાઈ રાવલ (રહે. રાજેન્દ્રનગર, નડિયાદ)ને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે ફરહાન અયુબભાઈ ચકલાસીયાની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટ

ખેડા તાલુકાના ભગુપુરા કેનાલ નજીક રહેતા વિપુલભાઈ કાળાભાઈ ટોળિયા અને ભરતભાઈ રાણાભાઇ સરૈયા ભરવાડ મોટરસાયકલ લઈ બારેજાથી ગોબલેજ તરફ આવી રહ્યા હતા, ત્યારે કનેરા નજીક રોંગ સાઈડ આવેલા ટ્રક ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા ભરતભાઈ રાણાભાઇ સરૈયાને ઈજા થતા ૧૦૮માં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિપુલ કારાભાઈ ટોલિયાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments