E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગલેન્ડાની દીકરીએ અર્થશાસ્ત્રમાં PHD મેળવી..

Gujarat : ગલેન્ડાની દીકરીએ અર્થશાસ્ત્રમાં PHD મેળવી..

વાગરા તાલુકાના ગલેન્ડા ગામના વતની તબસ્સુમ કાઝીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં PHDની સર્વોચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિથી સમગ્ર પંથકનું ગૌરવ વધ્યું છે. તબસ્સુમ કાઝીએ જનકલ્યાણના પાયા સમાન વિષય PDS (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ) પર પોતાનો સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો હતો.

નોંધનીય છે કે, તબસ્સુમે જે વિષય (સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા) પર સંશોધન કર્યું છે, તે જ વિષય સાથેવાગરા તાલુકાના ગલેન્ડા ગામના વતની તબસ્સુમ કાઝીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં PHDની સર્વોચ્ચ ઉપાધિ પ્રાપ્ત કરી છે. આ સિદ્ધિથી સમગ્ર પંથકનું ગૌરવ વધ્યું છે. તબસ્સુમ કાઝીએ જનકલ્યાણના પાયા સમાન વિષય PDS (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ) પર પોતાનો સંશોધનાત્મક મહાનિબંધ તૈયાર કર્યો હતો.

નોંધનીય છે કે, તબસ્સુમે જે વિષય (સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થા) પર સંશોધન કર્યું છે, તે જ વિષય સાથે તેમના પિતા ઐયુબભાઈ કાઝી વર્ષોથી શિનોર ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવીને જોડાયેલા છે.

આ સંશોધન કાર્ય ડૉ. માલા શર્માના કુશળ માર્ગદર્શન અને ડૉ. સંજયભાઈ પરદેશીના પ્રોત્સાહનથી પૂર્ણ થયું હતું. યુનિવર્સિટી દ્વારા આ ઉમદા કાર્યને બિરદાવવામાં આવ્યું છે. આ સફળતાથી પિતૃ ગામ ગલેન્ડા અને હાલ રહેતા શિનોર પંથકમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments