E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગાયની વાછરડી અને નંદી ને હથિયારના ઘા મારેલ હતા ત્યારે...

Gujarat : ગાયની વાછરડી અને નંદી ને હથિયારના ઘા મારેલ હતા ત્યારે થરાદના ગૌ રક્ષકોએ સારવાર કરાવી

એક તરફ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે લોકો લડત લડી રહ્યા છે ત્યારે બીજી તરફ લોકો અત્યાચાર ગુજારી રહ્યા છે એવામાં એક કિસ્સો સામે આવ્યો હતો

થરાદ તાલુકાના નાનોલ ગામે ગાયની નાની વાછરડી અને એક નંદી ને કોઈ હથિયાર વડે ઘા મારેલ લોકોને નઝરે ચડતાં ગામના યુવાનોએ ગૌ સંસદ રામભાઈ રાજપૂત ને જાણ કરી હતી ત્યારે તેમની ટીમ રમેશભાઈ ભડવેલ સહિત રાત્રીના સમયે નાનોલ પહોંચી હતી જોકે બે કલાક સુધી ગામના ગુવાનો અને ગૌ રક્ષકટીને નંદી અને વાછરડી ને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાછરડી પકડાઈ ન હતી બાદમાં બીજા દિવસે સવારે ફરી તેમની ટિમ પહોંચી અને નંદી ને સારવાર કરી હતી તેમજ વાછરડી ને સાથે લઈ ને ગયા હતા જોકે યુવા મિત્રોએ આ ગૌ સંસદ અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે આ કૃત્ય કઈ જગ્યાએ કરાયું અને કોના દ્વારા કરવામાં આવ્યું છે તે આ લખાય ત્યાં સુધી જાણવા મળ્યું ન હતું આ ઘટનાને લઈ લોકોએ આવું કૃત્ય કરનાર સામે ફિટકાર વરસાવ્યો હતો.

અહેવાલ : રાજેશ જોષી : વાવ-થરાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments