HomeGujaratGujarat : ગુજરાતમાં આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat : ગુજરાતમાં આવતીકાલે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં ભરઉનાળે ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલે 7 એપ્રિલના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાનમાં આ ફેરફાર જોવા મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના છે.

વરસાદ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન સ્થિર રહેશે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો પારો ફરી ઉંચકાય તેવી શક્યતા છે. 12 એપ્રિલ પછી ફરીથી હવામાન સૂકું થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments