E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગુજરાતમાં 75.17 લાખ રેશનકાર્ડ ધારકો, આ વર્ષે 69,000થી વધારે રેશનકાર્ડ...

Gujarat : ગુજરાતમાં 75.17 લાખ રેશનકાર્ડ ધારકો, આ વર્ષે 69,000થી વધારે રેશનકાર્ડ થયા રદ

ગુજરાતમાં હાલ 75.17 લાખ જેટલા રેશનકાર્ડધારકો છે. છેલ્લા 6 વર્ષમાં 6.34 લાખ જેટલા રેશનકાર્ડ વિવિધ કારણસર રદ થયેલા છે. જેમાં આ વર્ષે રદ થયેલા 69102 રેશનકાર્ડનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ખાદ્ય મંત્રાલયે પહેલાથી જ તમામ રેશન કાર્ડધારકોને ઈ-કેવાયસી કરવા અંગે સૂચના આપી દીધી હતી. સરકારે આ માટે રેશનકાર્ડ ધારકોને ડેડલાઇન પણ આપી હતી. પરંતુ ઘણા રેશનકાર્ડ ધારકોએ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી. આમાં ઘણા નકલી રેશનકાર્ડ ધારકો પણ સામેલ હતા. સરકારે હવે આ લોકોની ઓળખ કરી છે અને તેમના રેશન કાર્ડ રદ કરી દીધી છે. 31મી ડિસેમ્બર 2025 પહેલા ઈ-કેવાયસી નહીં થયેલું હોય તો રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments