E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરાયું

Gujarat : ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરાયું

અમિત શાહ દ્વારા પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીના નવનિર્મિત સર્વિસ રોડ, બફરઝોન અને પકવાન જંકશન પર સ્થાપિત ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરાયું હતું.વર્ષ 2025ના અંતિમ દિવસોમાં અમદાવાદ શહેરને વિકાસની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 330 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ઈ-લોકાર્પણ કર્યું હતું.

અમદાવાદીઓ માટે ગૌરવ સમાન એસજી હાઈવેને વૈશ્વિક ઓળખ આપવા માટે પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ ચરણનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીના નવનિર્મિત સર્વિસ રોડ, બફરઝોન અને પકવાન જંકશન પર સ્થાપિત ગણેશજીની મૂર્તિનું અનાવરણ કરાયું હતું. આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા અને ‘ઈઝ ઓફ લિવિંગ’માં વધારો કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષને વિકાસની હેલીનું વર્ષ ગણાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર છેવાડાના માનવીના હિતને કેન્દ્રમાં રાખીને કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સાંસદ નરહરિ અમીન, ધારાસભ્યો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments