HomeGujaratGujarat : ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને,...

Gujarat : ચૂંટણી પહેલા મહુવામાં રાજકીય ભૂકંપ, ડૉ. કનુભાઈ કળસરિયા ફરી મેદાને, 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરાત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગરના મહુવા પંથકમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય અને જાણીતા સામાજિક કાર્યકર ડૉ. કનુભાઈ કળસરિયાએ આગામી પંચાયત અને પાલિકાની ચૂંટણીઓને લઈ મોટી જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ મોટા રાજકીય પક્ષ સાથે જોડાણ કર્યા વગર ‘સદભાવના મંચ’ના નેજા હેઠળ અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

કનુભાઈ કળસરિયાએ મહુવા સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક બેઠકમાં પોતાની વ્યૂહનીતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવા તાલુકાની જિલ્લા પંચાયતની 8 બેઠકો અને તાલુકા પંચાયતની તમામ 34 બેઠકો પર સદભાવના મંચ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. જનતાના કલ્યાણ અને ન્યાય માટે લડવાના મક્કમ નિર્ધાર સાથે તેઓ ફરી એકવાર સક્રિય રાજકારણમાં પરત ફર્યા છે.

વર્ષ 2010માં પણ કનુભાઈએ ભાજપ સહિતના પ્રસ્થાપિત પક્ષો સામે બગાવત કરી ‘સદભાવના મંચ’ દ્વારા ચૂંટણી લડીને સફળતા મેળવી હતી. લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર કનુભાઈ મેદાનમાં આવતા ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોના ગણિત બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, “અમે જનતાના પ્રશ્નો અને ન્યાય માટે લડી રહ્યા છીએ, એટલે જ કોઈ પક્ષ સાથે જોડાણ કરવાને બદલે સ્વતંત્ર રીતે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.”

કનુભાઈ કળસરિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, પંચાયતની ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને મહુવાની જનતા હંમેશા પરિવર્તનમાં માને છે. સદભાવના મંચ દ્વારા દરેક બેઠક પર મજબૂત ઉમેદવારી નોંધાવીને જનતાના પડતર પ્રશ્નોને વાચા આપવાનો આ પ્રયાસ છે. તેમની આ જાહેરાતને પગલે સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો તેજીથી બદલાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments