કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સને ૨૦૧૯ માં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં લાળશાહિથી નાસતા ફરતા ફરતા આરોપીને ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી મળે સયુંકત માહિતી ના આધારે હરિયાણા ના રાજથલ ગામેથી કમલાબાગ પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબ દ્રારા પોરબંદર જીલ્લામાં લાંબા સમય થી ગેઝેટ પ્રસીધ્ધ તેમજ લાલશાહીથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અન્વયે પોરબંદર શહેરના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.સી. કાનમીયા સાહેબના માર્ગદર્શન અને રાહદારી હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. એન.ટી.ભટ્ટ તથા બી.પી.માળીયા તથા પો.કોન્સ. સાજન રામશીભાઇ તથા વિજય ખીમાભાઇ તથા સુરેશ કીશાભાઇ નાઓને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ થી સયુંકત બાતમીરાહે હકીકત મળેલ કે, કમલાબાગ પો.સ્ટે. ગુરન ફસ્ટ ૭૭/૨૦૧૯ આઇ.પી.સી. ક.૪૦૬, ૪૨૦, ૧૧૪ આઇ.ટી.એકટ ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુન્હાના કામેના છેલ્લા છ વર્ષેથી લાલશાહીથી નાસતો ફરતો આરોપી-રમેશ ભલેરામ ચમાર(સમાર) ઉ.વ.૫૫ રહે.રાજથલ ગામ તા.નારનોદ જી.હિસ્સાર રાજ્ય હરીયાણાવાળો નારનોદ જી.હિસ્સાર ખાતે હોય જે હકીકત આધારે કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ. ઇન્સ. જે.એલ.જાડેજા તથા સર્વલન્સ ટીમ ઉપરોકત જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી-રમેશ ભલેરામ ચમાર (સમાર) ઉ.વ.૫૫ રહે. ગામ રાજથલ ગામ તા.નારનોદ જી.હિસાર રાજ્ય હરીયાણાવાળો હકિકતવાળી જગ્યાએ મળી આવતા અટક કરી ટ્રાન્જીસ્ટ રીમાન્ડ મેળવી કમલાબાગ પો.સ્ટે. લાવી સદર ગુન્હાના કામે આગળની કાર્યવાહી થવા તપાસ કરનાર અધિકારીને જાણ કરવામાં આવેલ છે. આમ છેલ્લા છ વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર આર.સી.કાનમીયા તથા પો.સબ.ઇન્સ. જે.એલ. જાડેજા તથા સર્વેલન્સ સ્કવોડના પો.સબ ઇન્સ. એ.એ.ડોડીયા તથા પો.હેડ.કોન્સ. એન.ટી.ભટ્ટ તથા બી.પી.માળીયા તથા સી.જી.મોઢવાડીયા તથા એસ.એમ.જાંબુચા તથા પો.કોન્સ સાજન રામશીભાઇ તથા સુરેશ કીશાભાઇ તથા વિજય ખીમાભાઇ તથા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ તથા બલદેવ મેરૂભાઇ તથા વુમન પો.કોન્સ. દક્ષાબેન ગીજુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
રિપોર્ટર :- વિરમભાઇ કે. આગઠ


