HomeGujaratGujarat : છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત

Gujarat : છેલ્લા ૨૫ દિવસમાં અકસ્માતના ૩૨ બનાવમાં ૯ના મોત, ૩૬ ઈજાગ્રસ્ત

શહેરમાં છેલ્લા ૨પ દિવસ દરમિયાન માર્ગ અકસ્માતોની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. પોલીસ મથકના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ કુલ ૩૨ અકસ્માતના બનાવો નોંધાયા છે, જેમાં ૯લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૩૯ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રોજબરોજ થતા નાના-મોટા અકસ્માતોના બનાવો નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. ખાસ કરીને ઓવર સ્પીડ મોટાભાગના અકસ્માતો પાછળનું મુખ્ય કારણ બની રહ્યું છે, જેના કારણે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. વાહનચાલકો ઝડપની મર્યાદાનો ભંગ કરી રહ્યા છે.

બીજી તરફ, શહેરમાં રખડતા પશુઓની સમસ્યા પણ ગંભીર બની રહી છે. રસ્તા વચ્ચે અચાનક પશુઓ આવી જતા વાહનચાલકો નિયંત્રણ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં જોખમી ડીવાઈડર કટ્સ હજુ પણ ખુલ્લા હોવાથી અકસ્માતનો ખતરો વધે છે. ચાલુ વાહને મોબાઇલફોન પર વાતો કરવી અને સતત લોકેશન નિહાળતા વાહન હંકારવું પણ અકસ્માતને નોતરું આપે છે. સાથે જ નશાની હાલતમાં વાહન ચલાવવાના બનાવો પણ ચિંતા વધારે છે.

આડેધડ પાર્કિંગ -દબાણોથી માર્ગ સાંકડા થયા

શહેરમાં ફૂટપાથ ઉપર લારી-ગલ્લા અને ગેરકાયદેસર પાર્કિંગના કારણે માર્ગો દિવસેને દિવસે સાંકડા બની રહ્યા છે, જેના પરિણામે ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને રાહદારીઓ માટે ચાલવા યોગ્ય જગ્યા ન મળતા તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર બને છે, આથી અકસ્માતનું જોખમ વધે છે.

પાર્કિંગની સુવિધામાં તંત્ર નિષ્ફળ

મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની બંને તરફ વાહનોના પાર્કિંગના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. માર્ગ સાંકડા થવાથી ટ્રાફિકમાં અવરજવર મુશ્કેલ બની રહી છે, સાથે જ નાના-મોટા અકસ્માતોના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. પાર્કિંગ સ્પેસ વગરના બાંધકામો શહેરમાં વધી રહ્યા છે, જૈના કારણે લોકો રસ્તા ૫૨જ વાહનો પાર્ક કરે છે. પરિણામે પિકઅવર્સ દરમિયાન માર્ગો પર સતત ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓ ઊભી થાય છે.

ઓવર સ્પીડ અને બેદરકારીથી અક્સમાતો વધુ

નશાની હાલતમાં અકસ્માત – ૧

-રાહદારીઓને ટક્કર મારવાના બનાવો – ૭

-ઓવર સ્પીડના કારણે અકસ્માત – ૮

-બેદરકારીના કારણે અકસ્માત – ૭

(સ્લીપ થવું, વાહન પાછળ ઘૂસી જવું વગેરે)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments