E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ……….

Gujarat : છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ……….

છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસમાં સવારે 10:00 વાગ્યાની આસપાસ અમદાવાદ રિજનલ ઓફિસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે આર પી ઓ ને લાગતી તમામ પાસપોર્ટ ઓફિસને આર ડી એક્સ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે જે સંદર્ભે છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસને જાણ થતા તમામ પાસપોર્ટ ઓફિસ ખાલી કરી દેવામાં આવી હતી અને ઓફિસના કામ અર્થે આવેલા માણસોને બહાર બેસાડી દેવામાં આવ્યા હતા. જ્યારે પાસપોર્ટ ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી.


છોટાઉદેપુર નગરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર નગર સહિત આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચ્યો હતો અને પ્રજામાં ભયનો માહોલ ફેલાયો હતો. પોલીસે અંગેની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે પોલીસ વિભાગ એસઓજી વિભાગ સહિત ડીવાયએસપી કે એચ સૂર્યવંશીની ટીમ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો..રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments