જંબુસર તાલુકાના દહરી ગામના રહેવાસી યુવાનનો મૃતદેહ કલિયારી ગામની સીમમાંથી મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે. પરિવારનો આક્ષેપ છે કે, મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તે કલિયારીની એક દારૂ ગાળવાની ભઠ્ઠી પર કામ કરતો હતો અને ત્યાં પાણી ભરવા જતી વખતે કરંટ લાગ્યો હતો. તેના મોત બાદ બુટલેગરો મૃતદેહને 3 કિમી દૂર ઝાડીઓમાં નાખીને ફરાર થઇ ગયાં છે.દહરીનો 40 વર્ષનો રાજુ વાઘેલા દારૂની ભઠ્ઠી પર કામ કરવા ગયો હતો. તે ઘરે પરત નહિ આવતાં તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. તેની શોધખોળ માટે પરિવારજનો અને ગામના અન્ય લોકો જોડાયાં હતાં. બે થી ત્રણ કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ કલિયારી ગામની દારૂની ભઠ્ઠીથી 3 કિમી દૂરથી મળી આવ્યો હતો. તેના પરિવારનો આક્ષેપ છે કે, તેનું મોત કરંટ લાગવાના કારણે થયું છે. આ બાબતે સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક લોકોનો રોષ છે કે આ દારૂનું દુષણ બંધ થવું જોઈએ.
REPORTER : કેતન મહેતા, જંબુસર