E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : જંબુસરમાં એક ગાયે ત્રણ લોકોને અડફેટે લેતાં, એક વ્યક્તિને પેટમાં...

GUJARAT : જંબુસરમાં એક ગાયે ત્રણ લોકોને અડફેટે લેતાં, એક વ્યક્તિને પેટમાં ગંભીર ઈજા

જંબુસર શહેરમાં રખડતા પશુઓની સમસ્યા લોકો માટે મોટો પડકાર બની રહી છે. ગતરોજ સવારથી શહેરની વિવિધ સોસાયટીઓમાં એક ગાયે દહેશત ફેલાવી હતી. આ ગાયે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા.
જંબુસરના આતિયાપાર્ક વિસ્તારમાં એક મહિલા સહિત ત્રણ લોકો ગાયનો ભોગ બન્યા હતા. ઈસ્માઇલ નગરના રહેવાસી તૌફીક આસિફ મલેકને પેટના ભાગે ગંભીર ઈજા થઈ હતી. લાંબી દોડધામ બાદ આખરે આ ગાયને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી.
આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ છે. લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે રખડતા ઢોરો સામે કડક પગલાં લેવાની માંગણી કરી છે. શહેરમાં રખડતા ઢોરોની વધતી સંખ્યાને કારણે લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે. મનપા તરફથી અસરકારક કાર્યવાહી થાય તેવી લોક માગ વધી રહી છે.

REPORTER : કેતન મહેતા, જંબુસર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments