E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : જંબુસરમાં 21 વર્ષીય યુવકે ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,...

Gujarat : જંબુસરમાં 21 વર્ષીય યુવકે ઝાડ ઉપર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, સમાજમાં ચિંતાનો માહોલ

Bharuch News: અનિલે નોબાર ગામમાં એક યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યો હતો.

ભરૂચમાં એક 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આટલી નાની ઉંમરે આટલું મોટું પગલું ભરતા સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરમાં આવેલા નોબાર ગામમાં એક 21 યુવકે આત્યહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યા કરવાનું કારણ હજુ સામે આવ્યું નથી. આ યુવકનું નામ અનિલ અશોકભાઈ વાઘેલા છે.

અનિલે નોબાર ગામમાં એક યુવકે ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યો હતો. જાબુસર પોલીસ દ્વારા આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અનિલભાઈ અશોકભાઈ વાઘેલા નામના આ યુવકે ONGC પોઈન્ટની પાછળ આવેલા લીમડાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

આ ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં જંબુસર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments