E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું...

Rajkot : જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ઠક્કરે મહિલા પદયાત્રીનું મોત

હોળી-ધૂળેટીના પર્વે દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ માટે જામખંભાળિયા-દ્વારકા નેશનલ હાઇવે અકસ્માત સંભવિત બન્યો છે. રાજકોટથી સંઘ સાથે પદયાત્રા કરી રહેલા એક મહિલા પદયાત્રીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આગામી ફૂલડોલ ઉત્સવ નિમિત્તે રાજકોટથી પદયાત્રીઓનો એક સંઘ દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ સંઘમાં સામેલ એક મહિલા પદયાત્રી જ્યારે જામખંભાળિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે મહિલા પદયાત્રી રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે સંઘના અન્ય પદયાત્રીઓ અને સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા અથવા સારવાર મળે તે પૂર્વે જ તેમણે દમ તોડ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શિયાળના અંતે અને ઉનાળાની શરૂઆતમાં માવઠું થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહત્વનું છે કે, આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠા થઇ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

આગામી 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્ત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે, આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છેકે, આજે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદનો ભારે માર જોવા મળ્યો હતો. શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર સહિતના તાલુકાઓમાં તેજ ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

માવઠાની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ છે. જેમાં કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાનની શક્યતા છે, ત્યારે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ઢાંક્યા વિના પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments