HomeGujaratGujarat : જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની...

Gujarat : જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા એક રિક્ષાચાલકની યુવાન પુત્રી સાથે ઇન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડશીપ કરનાર હૈદરાબાદના એક શખ્સ એ મિત્રતા તોડી નાખવાના મામલે ધાકધમકી આપી હતી, જેથી મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને હૈદરાબાદના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો છે. જેની શોધખોળ ચલાવાઇ રહી છે.

જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતા અમૃતલાલ મહીડા નામના રીક્ષા ચાલકની યુવાન પુત્રી કે જેને થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ માં દિનેશ નામક યુવક સાથે મિત્રતા થઈ હતી.થોડો સમય વાતચિત ચાલી હતી, પરંતુ યુવતીને પસંદ ન હોવાથી દિનેશ સાથે મિત્રતા તોડી નાખી હતી, જેથી તે ઉસકેરાયો હતો, અને યુવતીને ફોન કરીને ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

જેથી આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, ત્યાં રીક્ષા ચાલક અમૃતભાઈ દ્વારા હૈદરાબાદના દિનેશ નામના શખ્સ વીરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 351(3) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments