E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી...

Gujarat : જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો

જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરી કરી રહેલો એક ફેરિયો દારૂની હેરાફેરી કરતાં પકડાયો છે, અને તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં શાંતિનીકેતન એપાર્ટમેન્ટમાં રહેતો અને કાપડની ફેરી કરતો હિરેન કિશોરભારથી ગોસ્વામી નામનો બાબાજી શખ્સ કે જે પોતે કાપડની ફેરીની સાથે સાથે તેની આડશમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. આથી સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે લાલવાડી આવાસ વિસ્તારમાં વોચ ગોઠવી હિરેન ગોસ્વામીને ઝડપી લીધો હતો, અને તેના કબજામાંથી કાપડ ની સાથે સાથે છ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી તેની અટકાયત કરી લઇ ઇંગલિશ દારૂ કબજે કર્યો છે, જ્યારે તેની સામે દારૂબંધી ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments