જામનગર પોલીસના એ.એચ.ટી.યૂ. વિભાગના પી.આઈ.એ.એ. ખોખર તેમજ સ્ટાફના રણમલભાઈ ગઢવી, રાજદિપસિંહ ઝાલા સહિતની ટુકડી પેટ્રોલીંગ કરી રહી હતી, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે આવેલા સુપર રોઝ નર્સરી માં ચેકિંગ કરતાં ત્યાં એક નાના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

જ્યાંથી બાર વર્ષની વયનો એક પર પ્રાંતિય બાળક મળી આવ્યો હતો, અને તેને માસિક 7,000 રૂપિયાના પગારથી નોકરી પર રખાયો હોવાનું માલુમ પડ્યું હતું.જેથી નર્સરીના સંચાલક સદામઅલી રજબઅલી સામે ચાઇલ્ડ લેબર એકટ હેઠળ ગુન્હો નોંધ્યો છે, જ્યારે બાળકને મુક્ત કરાવીને બાળ સંરક્ષણ વિભાગમાં મોકલી આપવામાં આવ્યું છે.


