કચેરી દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને પણ 30 માર્ચ સુધીમાં તેમના પગાર સહિતના બિલો મોકલી દેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેના પગલે મોટાભાગની કચેરીઓ દ્વારા પોતાનાં બિલો અગાઉથી જ રજૂ કરી દેવામાં આવ્યા હતા.
31 માર્ચને ધ્યાને લઈને જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાની તમામ સરકારી કચેરીઓને 30 માર્ચના બપોરના 2 વાગ્યા સુધીમાં તેમના બિલો રજૂ કરવા માટે પહેલાંથી જ જાણ કરી દેવામાં આવી હતી, જેના પલે સાંજ સુધીમાં આવેલા તમામ બિલોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને બિલ લેવાના છેલ્લા દિવસ સુધીમાં કચેરીને 43,274 જેટલા બિલો મળ્યા હતા, જે તમામ બિલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં 30 માર્ચ સુધીમાં રૂપિયા 8,951 કરોડની ચુકવણી પણ કરી દેવામાં આવી હતી. જિલ્લા તિજોરી અધિકારી એ.એચ.ચૌધરીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, કચેરીમાં સ્ટાફની ઘટ વચ્ચે નાણાકીય વર્ષનાં છેલ્લા દિવસોમાં એક પણ બિલો બાકી ન રહી જાય તે માટે તકેદારી રાખીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ માટે 20 માર્ચથી જ કર્મચારીઓ સવારના 8 કલાકથી લઇને રાત્રિના 10 કલાક સુધી કામગીરીમાં જોતરાયેલા રહ્યા હતા.

કચેરી દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને પણ 30 માર્ચ સુધીમાં તેમના પગાર સહિતના બિલો મોકલી દેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી હતી, જેના પગલે મોટાભાગની કચેરીઓ દ્વારા પોતાનાં બિલો અગાઉથી જ રજૂ કરી દેવામાં આવ્યા હતા. આમ, તો કચેરીને નાણાકીય વર્ષ દરમ્યાન કુલ 43, 274 બિલો મળ્યા હતા. આજદિન સુધીમાં આ તમામ બિલોનો નિકાલ કરવામાં સફળતા મળી છે અને આ બિલ પેટે રૂપિયા 8,951 કરોડનું ચુકવણુ પણ કરી દેવામાં આવ્યું હતું.
જેમાં મુખ્યત્વે ભુજની 10 અને બાકીના 9 તાલુકાની 105 મળીને કુલ 205 જેટલા સરકારી વિભાગોના બિલો, કર્મચારીઓના પગારો, અન્ય ખર્ચ તેમજ 11,900 જેટલા કર્મચારીઓના પેન્શન સહિતનો સમાવેશ થતો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ વખતે રવિવાર સહિતની જાહેર રજાઓમાં પણ તિજોરી કચેરી કાર્યરત રખાઇ હતી. આવતી કાલે મહાવીર જયંતીનાં દિવસે પણ કચેરી ચાલુ રહેશે.
માર્ચ મહિના દરમ્યાન જિલ્લા તિજોરી કચેરીને જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાંથી કુલ ૩,૮૧૮ બિલો મળ્યા હતા. જેના પેટે તિજોરી કચેરી દ્વારા રૂ. ૮૩૦ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું. રાતનાં ૧૦ સુધીમાં તેમામ બિલોનું ચુકવણુ કરી દેવામાં આવ્યુ હતું. આવતી કાલે જાહેર રજામાં પણ તિજોરી કચેરી ચાલુ રખાશે.
જિલ્લા તિજોરી કચેરીમાં હાલે સ્ટાફની ઘટ જોવા મળી રહી છે. ૫૦ ટકાથી પણ ઓછો સ્ટાફ છે. ત્યારે ખાસ કરીને ૩૧ માર્ચ સુધીમાં જિલ્લામાં કાર્યરત ૨૦૫ જેટલી સરકારી કચેરીઓનાં તમામ બિલોનું ચુકવણુ ઝડપભેર કરી શકાય તે માટે લોકલ ફંડ કચેરીનાં કર્ચમારીઓનો સહયોગ લેવામાં આવ્યો હતો, જેને કારણે બિલનાં ચુકવણામાં ઝડપ આવવાની સાથે હાલે એકપણ બિલ પેન્ડિંગ રહેવા પામ્યું નથી.
પહેલા જિલ્લા પંચાયત સહિતની કચેરીઓને વિવિધ યોજના અંતર્ગત પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવતી હતી, જેને તેઓ વર્ષ દરમ્યાન ગમે ત્યારે ખર્ચ કરી દેતા હતા, જેને કારણે આ રકમ જે તે વિભાગ પાસે જમા રહેતી હતી, પરંતુ આ વખતે સરકાર દ્વારા બિલ મુજબનું જ ચુકવણું કરવાનો નિર્ણય કરવામાં આવ્યું છે. એટલે કે યોજના માટે ફાળવાયેલી રકમ સરકાર પાસે જ જમા રહેશે. જેમ જેમ બિલ મૂકાતાં જશે તેમ તેમ રકમમાંથી ફાળવણી કરવામાં આવશે.
જિલ્લાની તમામ પંચાયતોને ગ્રાન્ટ પેટે રૂ. ૧,૫૦૮ કરોડ ચુકવાયા
નાણાકીય વર્ષ દરમ્યાન વિવિધ સરકારી કચેરીઓની સાથે સાથે પંચાયત કચેરીઓને પણ સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. જે અતર્ગત જિલ્લાની તમામ પંચાયતોને વર્ષ દરમ્યાન કુલ રૂ.૧,૫૦૮ કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેમાં નાણાકીય વર્ષનાં અંતિમ મહિનામાં જ એટલે કે માર્ચ મહિનમાં જ રૂ. ૧૫૮ કરોડનું ચુકવણુ કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા ખાસ કરીને પેપરલેસ કામગીરીનાં ભાગરૂપે હવે ચેકને બદલે ઈ-પેમેન્ટ કરવામાં આવી રહ્યંુ છે. જેને કારણે કાગળનો ખર્ચ બચશે તેમજ ચેક છપાવવા સહિતનો ખર્ચ બચશે. એટલું જનહીં ચેક ક્લિયરિંગ માટે પણ સમય લાગતો હતો, પરંતુ હવે ઈ-પેમેન્ટને કારણે તરત ખાતામાં સીધી જ રકમ જમા થઇ જવાને કારણે કચેરીઓને તુરંત ઉપયોગમાં પણ આવશે.


