જૂનાગઢમાં યુવક અને યુવતીને પ્રેમ કરવાની સજા મળી. ગઢડાના ઢસા ગામે એક યુવક અને યુવતી એકબીજાના પરિચયમાં આવ્યા. અને તેમનો પરિચય વધુ ગાઢ બનતા તેમની દોસ્તી પ્રેમમાં પરિણમી. પરંતુ યુવક અને યુવતીના પ્રેમને તેમના પરિવારજનોએ મંજૂરી મહોર ના મારતા તેમણે ભાગવાનું નક્કી કર્યું. પરંતુ આ યુવક અને યુવતી પ્રેમજીવન વધુ આગળ વધે તે પહેલા જ તેનો કરુણ અંત આવ્યો. પોતાની પ્રેમિકાને લઈ જઈ રહેલ પ્રેમીનું કેટલાક શખ્સ દ્વારા ઘાતક હથિયારો વડે ઢીમ ઢાળી દેવાયું.
મળતી માહિતી મુજબ બોટાદમાં ગઢડાના ઢસા ગામે પ્રેમસંબંધમાં હત્યા થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. યુવક અને યુવતીના પ્રેમને લઈને પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જેના બાદ બંને જણાએ ઘરના લોકોની વિરુદ્ધ જઈ ભાગવાનો પ્લાન બનાવ્યો. રંઘોળા નજીક યુવક અને યુવતી બાઈક પર સવાર થઈ પોતાના નિશ્ચિત કરેલ સ્થાન પર જતા હતા. દરમિયાન બાઈક પર પોતાની પ્રેમિકાને લઈ ફરાર થનાર પ્રેમીને પરિજનો દ્વારા આંતરવામાં આવ્યો.
પરિજનોએ બાઈકને ટક્કર મારી યુવકને નીચે પાડ્યો. અને યુવકના નીચે પડતા જ લોકો તેના પર તૂટી પડ્યા. યુવક અને યુવતીના પ્રેમથી નારાજ પરિજનોએ યુવતીને લઈ જનાર યુવકના બાઈકને ટક્કર મારીને ધારીયાથી માથાના ભાગે ઇજાઓ કરી. બે લોકોના પ્રેમના દુશ્મન બનેલા હિંસક ટોળાએ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો.
પરિજનોના હિંસક હુમલાને પગલે યુવકનું ઘટનાસ્થળ પર જ મોત થયું. મૃતક યુવકનું નામ જનક કોતર હોવાનું સામે આવ્યું છે. યુવકની હત્યા મામલે 5 આરોપીઓ સાથે અન્ય 3 અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુન્હો નોંધાયો. ઢસા પોલીસે યુવકની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.