E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : જૂનાગઢ 'શાહી સ્નાન' વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી...

Gujarat : જૂનાગઢ ‘શાહી સ્નાન’ વિવાદનો અંત! કીર્તિ પટેલે શાલ ઓઢાડી ઇન્દ્રભારતી બાપુના આશીર્વાદ લીધા

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મની એકતા અને સાધુ-સંતોના સન્માન સાથે આ સમગ્ર વિવાદનો હવે ઉકેલ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતોને શાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા. કીર્તિ પટેલ પોતાના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુનું પણ સન્માન કર્યું હતું.

કીર્તિ પટેલે સમાધાન અંગે જણાવ્યું કે, ‘અનેક લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ આવવા દીધો નહીં. મેં મારા ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનું માન સન્માન જાળવી રાખવા તથા સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કરી લીધું છે.’

કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન બાદ રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ઇન્દ્રભારતી બાપુના ઇશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર મને જ કેમ ટાર્ગેટ કરી હતી. આ અંગે કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીન આક્રમક રીતે વિરોધ કર્યો હતો.

કીર્તિ પટેલે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યા હતા અને ઇન્દ્રભારતી બાપુ વિશેની ‘સચ્ચાઈ’ પુરાવા સાથે જાહેર કરવાની ધમકી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે ‘મારી સાથે બીજી અનેક યુવતીઓ પણ સ્નાન કરી રહી હતી પરંતુ તેમને કોઈએ રોક્યા નહોતા.’

આ વિવાદને પગલે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. પરંતુ, આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આ દરમિયાન કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. કીર્તિ પટેલે તેમના ગુરુ હરિહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરીબાપુનું પણ સન્માન કર્યું હતું.

કીર્તિ પટેલે જણાવ્યું હતું કે ‘ઘણાં લોકોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ન આવવા દીધો. મેં મારા ગુરુ હરિહરાનંદ ભારતી બાપુનું માન-સન્માન જાળવી રાખવા અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે આ વિવાદનું સમાધાન કર્યું છે. ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે મને આદર છે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments