E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratGUJARAT : જેતપુર તાલુકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે બિનવારસી...

GUJARAT : જેતપુર તાલુકા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બે બિનવારસી બાઈક મુળ માલિકને સોંપ્યા….

જેતપુર તાલુકા પોલીસ ટીમ ગ્રામ્ય વિસ્તારમાંથી ખોવાયેલ અને ગુમ થયેલ ચીજવસ્તુઓ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બે બિનવારસી બાઈક મળી આવ્યા હતા. જેના ચેસીસ નંબર પરથી ઇ ગુજકોપમાં સર્ચ કરી મુળ માલિકને બાઈક પરત સોંપ્યા હતા.

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધીક્ષક આર.એ.ડોડીયા જેતપુર વિભાગ નાઓએ જીલ્લામા બનતા વણશોધાયેલ મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે તાલુકા પીઆઈ એ.એમ.હેરમાની રાહબરી હેઠળ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીગમાં હતા જે દરમ્યાન જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાંથી બે બિનવારસી મોટર સાયકલ જેની કિંમત ૫૦ હજાર વાળા મળી આવેલ હોય જેને ઈ-ગુજકોપ તથા પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરી મોટરસાયકલના મુળ માલીકોની શોધખોળ કરી મુળ માલીક (૧) મયુરભાઇ પ્રેમજીભાઇ અજુડીયા રહે.રાજકોટ તથા (૨) ભરતભાઇ ચંદુભાઇ વાઘોડીયા રહે.જુનાગઢ વાળાઓને બોલાવી દસ્તાવેજની ચકાસણી કરી માલીકો અંગે ખરાઈ કરી મુળ માલીકોને મોટરસાયકલ નંગ-૨ જેની કુલ કિંમત ૫૦ હજાર વાળા પરત સોંપી જેતપુર તાલુકા પોલીસે સરાહનીય કામગીરી કરેલ હતી.

REPORTER : સુરેશ ભાલીયા જેતપુર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments