આગામી સમયમા ગ્રામ પંચાયતની ચુંટણી યોજાનાર હોઇ અને આ ચુંટણી પ્રકીયામાં શાંતી જળવાઇ રહે અને મતદારો મતદાન નિર્ભય પણે કરી શકે તેવા હેતુથી અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર હથિયાર રાખી હેરાફેરી કે, વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખવા રાજકોટ રૂરલ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સુચના આપેલ હોય.
જે અનુસંધાને રાજકોટ રૂરલ SOGના PI એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ PSI કે.એમ.ચાવડા સાથે SOG સ્ટાફના માણસો જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાંધલ, તથા ચિરાગભાઈ કોઠીવાર નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે,
ગોંડલના વોરા કોટડા રોડ આવાસ યોજનામાં રહેતો નવાજ ઉર્ફે લાંબો ઇરફાનભાઈ ડોઢીયા જેતપુર ધારેશ્વર ચોકડીથી દાતાર તકીયા પાસે હથિયાર લઈને ઉભો છે જેથી એસઓજીએ દરોડો પાડ્યો હતો.
નવાજ ઉર્ફે લાંબા પાસેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની લોખંડની ધાતુનુ હથીયાર (દેશી પીસ્ટલ) મળી આવતા જેની કિંમત ૩.૦૦૦ ગણી નવાજ સામે જેતપુર ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.