જેતપુર શહેરના ટાકુડીપરા માં ગેસનું સિલિન્ડર ફાટતાં મકાનની દિવાલ ધરાસાય થઈ હતી. બ્લાસ્ટ થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જે બનાવી ગંભીરતા ધ્યાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેતપુર સીટી પોલીસ દ્વારા પ્રાથમીક તપાસ કરતા ગેસનો બાટલો ફાટતાં મકાનમાં ભાડુઆત તરીકે રહેતા સુરજકુમાર સરીવનકુમાર, હાલ રહે.જેતપુર મુળ રહે.ઉતરપ્રદેશ વારો રહેતા હોય જેની પુછપરછ કરતા તેઓએ જણાવેલ કે,
હુશેન ઉર્ફે સલીમ સોડાવાલા જીકરભાઇ તેરવાડીયા, રહે.જેતપુર, બોખલા દરવાજા, ગેસના મોટા સિલિન્ડમાંથી નાના ચાર કિલોનુ સિલિન્ડર રીફિલીગ કરી વેચાણ કરતા હોય ત્યાંથી ગેસનુ સિલિન્ડર લઇ આવેલ હોવાની હકિકત જાણવા મળેલ હતી.
જે આઘારે હુશેન ઉર્ફે સલીમ સોડાવાલા જીકરભાઇ તેરવાડીયા, રહે.જેતપુર, બોખલા દરવાજા, તા.જેતપુર વાળાના રહેણાંક મકાને રેઇડ કરતા નાના-મોટા ભરેલ તથા ખાલી ગેસના સિલિન્ડર નંગ – ૪૦ તથા એક ગેસ સિલિન્ડર રીફીલીગ કરવાની ઇલેક્ટ્રીક મોટર તથા એક ઇલેક્ટ્રીક વજન કાટો આમ કુલ કિ.રૂ.૭૧,૮૦૦ નો મુદામાલ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતેનુ એક ગેસના સિલિન્ડરમાંથી બીજા નાની સાઇજના ગેસના સિલિન્ડરમાં બેદરકારીથી ગેસનુ સિલિન્ડર રીફિલીંગ કરી સળગી ઉઠે તેવો પદાર્થ પોતાના કબ્જામાં રાખી મળી આવતા કાયદેસરની કાર્યવાહિ કરી હતી.
ધરપકડ કરાયેલા સલીમ સોડાવાલા ઉપર ગૌવંશ કતલ તથા જુગાર રમવો, અંગ્રેજી દારૂ વેચવો સહિત અલગ અલગ ૨૧ જેટલા ગુના નોંધાયેલા છે. અને એક વખત પાસામાં પણ જઈ ચુક્યો છે.