E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો

Gujarat : ઝાલોદના ઢઢેલા અને ઇટાવાનો તલાટી લાંચ લેતા ઝડપાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢઢેલા તથા ઇટાવા ગામમાં આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીના બીલો મંજૂર કરાવવા તેમજ અન્ય કામગીરી પૂર્ણ કરવા માટે ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતનો તલાટી રૃા. ૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.

 ઢઢેલા અને ઇટાવા ગામ ખાતે આરસીસી રોડ અને સામૂહિક શૌચાલયની કામગીરીને વહીવટી મંજૂરી મળી ગઈ હતી .કામગીરી પૂરી થયા બાદ સીસી ફોર્મ ભરવું, આગળના બિલો મંજૂર કરાવવા તથા અન્ય કામગીરી પૂર્ણ કરવા બદલ ઝાલોદના ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી અભિનંદન સંજયકુમાર પરમાર (હાલ રહે. માળીની વાડી, ઝાલોદ, મુળ રહે.પિલુચા, તા.વડગામ, જિલ્લો,બનાસકાંઠા)એ રૃા.૩૦ હજારની લાંચની માંગણી કરી હતી. જેથી કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા રૃા.૨૨ હજાર રોકડ અને ૫૦૦ ઓનલાઇન તલાટીને આપ્યા હતાં. ત્યારબાદ વધુ પાંચ હજારની તલાટી દ્વારા માગણી કરી હતી પરંતુ હવે આ રકમ તલાટીને આપવી નહી હોવાથી ટોલ ફ્રી નંબર ૧૦૬૮ પર એસીબીને જાણ કરતા મહીસાગર એસીબીના પીઆઇ એમ.એમ. તેલોજ તથા સ્ટાફે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ઝાલોદ બસ સ્ટેશનના મેઇન ગેટ બહાર રોડ ઉપર ચાંની લારી ઉપર રૃપિયા ૫૦૦૦ લાંચની રકમ તલાટી અભિનંદન પરમારને આપતા જ એસીબીએ તલાટીને ઝડપી પાડયો હતો. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments