E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ટંકારાના બંગાવડી રોડ પરથી SMC એ ₹42 લાખનો દારૂ અને...

Gujarat : ટંકારાના બંગાવડી રોડ પરથી SMC એ ₹42 લાખનો દારૂ અને ટ્રક સહિત ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

​સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ ટંકારાના બંગાવડી ગામ પાસે પીઠડ માતાના મંદિર નજીક દરોડો પાડી ₹42.19 લાખની કિંમતની વિદેશી દારૂની 3072 બોટલો ભરેલી ટ્રક ઝડપી પાડી છે.

આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹62.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર વિજયસિંહ ચૌહાણ અને સ્થાનિક મુખ્ય બુટલેગર યશપાલસિંહ જાડેજાની ધરપકડ કરી છે. તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી સપ્લાય થયો હોવાનું અને રાજકોટ-જામનગરના શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે હાલ 8 વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments