E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ડભોઇમાં મહિલા દર્દી ના ગર્ભાશય ની અઢી કિલો ની ગાઠ...

GUJARAT : ડભોઇમાં મહિલા દર્દી ના ગર્ભાશય ની અઢી કિલો ની ગાઠ ને લેસર પદ્ધતિ થી સફળતા પૂર્વક બહાર કાઢી

ડભોઇ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં મહિલા દર્દી ના ગર્ભાશય ની અઢી કિલો ની ગાઠ ને લેસર પદ્ધતિ થી સફળતા પૂર્વક બહાર કાઢી.ડભોઇ ના શ્રી હરિ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ થી સેવા આપતા લેપ્રોસ્કોપી અને ગાયનેક નિષ્ણાત ડો સેજલ ચાવડા દ્વારા મહિલા દર્દી ના ગર્ભાશય માં થી અઢી કિલો ની ગાંઠ નું નિદાન કરી સફળતા પૂર્વક લેઝર પદ્ધતિ દ્વાર ગાંઠ બહાર કાઢવામાં આવી. છોટાઉદેપુર જિલ્લા ના અંતરિયાળ ગામ કુકડદા ગામ માં રહેતા મહીલા દર્દી કપિલાબેન કાલિદાસ ડુભીલ છેલ્લા 6 મહિના થી અતિશય રક્તસ્ત્રાવ અને અસહ્ય દુખવા થી પીડાતા હતા.જે બાદ તેઓ દ્વારા ડો સેજલ ચાવડા ની મુલાકત લેતા ડો દ્વારા વિવિધ રિપોર્ટ તેમજ સોનોગ્રાફી તેમજ સીટી સ્કેન કરતા ગર્ભાશય માં ગાંઠ હોવાનું માલુમ પડતા લેપ્રોસ્કોપી પદ્ધતિ દ્વારા મહિલા દર્દી નીં સારવાર કરતા ચાર કલાક ની મહામહેનતે અઢી કિલો જેટલી મોટી ગાંઠ સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવી હતી.હાલ મહિલા દર્દી ની હાલત સ્થિર અને સુધારા પર છે.અસહ્ય પીડા થી પીડાઈ રહેલ દર્દી નું સફળતા પૂર્વક સારવાર કરતા દર્દી ના પરિવાર ના સભ્યો એ ડો સેજલ ચાવડા નો આભાર વ્યક્ત કર્યો હતો.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments