E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : ડભોઇમાં શૈક્ષણિક સાધનસામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ- વાલીઓનો ધસારો

GUJARAT : ડભોઇમાં શૈક્ષણિક સાધનસામગ્રી ખરીદવા માટે ટાવર બજારમાં વિદ્યાર્થીઓ- વાલીઓનો ધસારો


પવનની બદલાયેલ દિશા અને સાથોસાથ ગરમી અને ભેજ જેવું વાતાવરણને લઈ પરસેવે રેબઝેબ થતા લોકો આકાશ તરફ નજર કરે છે. ઉનાળાની વિદાય થવાની ઘડીઓ ગણાવા લાગી છે. એ સાથે જ હવે શાળાઓનું ઉનાળુ વેકેશન પૂરૂં થશે અને નવું સત્ર શરૂ થશે. ટાવર, લાલ બજાર, સ્ટેશન રોડ, વડોદરી ભાગોળ રોડ જેવા મુખ્ય બજારોમાં પાઠ્યપુસ્તકો ડાયરી, દફતર અને યુનિફોર્મ ખરીદવા માટે બાળકો સાથે વાલીઓની ભીડ ઉમટી પડી હોવાના દ્રશ્યો જ્યાં નજર નાખો ત્યાં જોવા મળે છે. મોડી રાત સુધી સ્ટેશનરીની દુકાનો ખુલ્લી રાખવી પડે છે..

ઉનાળુ વેકેશન પૂરું થતાં જ શાળાઓ ધમધમી ઉઠશે. એનો અણસાર મુખ્ય બજારોની ચહલ-૫ હલમાં જોવા મળી રહ્યો છે. પુસ્તક બજારોમાં બાળકો તેમના માતા-પિ તા સાથે પાઠ્ય પુસ્તકો, નોટબુકો ડાયરા અને દફતર અને યુનિફોર્મની ખરીદી કરવા માટે ઉમટી પડયા છે. વાલીઓના ધસારાને લઈ પુસ્તકો તથા શિક્ષણિક સાધન- સામગ્રીની ખરીદીએ બજારોમાં એકાએક તેજી લાવી દીધી છે. ડભોઈ ઉપરાંત ૧૧૯ ગામના લોકો ખરીદી અર્થે અહીં આવે છે. ડભોઇ ટાવર બજારમાં પાઠ્ય પુસ્તકો તથા શિક્ષણ સાધન સામગ્રી તથા યુનિફોર્મ તૈયાર તેમ જ એ ના

મળે તો તે માટેનું કાપડ ખરીદવા માટે ગ્રામ્ય વિસ્તારમાંથી વાલીઓ ઉમટી પડતા ભારે ભીડ જામે છે. ઉપલા ધોરણમાં ગયેલા વિદ્યાર્થીઓ નવા વર્ગમાં જવાનો ઉત્સાહ અને નવા પાઠ્યપુસ્તકો ખરીદવાનો ઉત્સાહ બજારોમાં જામેલી ભીડમાં જોવા મળી રહ્યો છે. ડભોઈ તથા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી શાળાઓના યુનિફોર્મ ભિન્નભિન્ન હોવાથી દરેક શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનો યુનિફોર્મ, ટાઈ, બુટ-મોજા વિગેરે ખરીદવા યુનિફોર્મ વેચતી દુકાનો પર ભીડ જોવા મળી હતી પાઠ્યપુસ્તકો તથા શિક્ષણિક સાધનસામગ્રી ખરીદવાની ભીડ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે. માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના પાઠ્ય ૫ પુસ્તકો ખરીદવાનો ધસારો પણ વધી ગયેલ છે. સાથોસાથ વાલીઓ પોતાનાં સંતાનોને સારા અને ઉચ્ચ ૫ રિણામ મેળવતા ટ્યુશન ક્લાસમાં પ્રવેશ તથા સ્કૂલોમાં એડમિશન અપાવવા માટે પણ દોડધામ કરી રહ્યા છે. હવે વહેંચવામાં આવતા પેમ્પ્લેટો પર વાલીઓ અભ્યાસ જરૂર કરે છે. અને એ બાબતે વિચાર કરી આગળ પગલું ભરે છે. ડભોઈ શહેરમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવાનું કાર્ય મે મહિનાથી શરૂ થઈ ગયું છે. ધસારાને પહોંચી વળવા પાઠ્યપુસ્તકોની દુકાનો મોડી રાત સુધી ખુલ્લી રાખવી પડે છે

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments