E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા ચંદ્રસિંહ...

Gujarat : ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા ચંદ્રસિંહ રાઠવા ( શેખર )ની રજુઆત

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકામાં આવેલ ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી તબીબ ની નિમણુંક માટે લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે સ્થાનિક યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફ શેખરભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ થી લગભગ માર્ચ ૨૦૨૪ થી કાયમી ડોક્ટરની જગ્યા ખાલી છે અને હાલ આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં બોન્ડ વાળા તાલીમી ડોકટર સેવા આપી રહ્યા છે જેના કારણે અમારા વિસ્તાર ના લોકોને મુશ્કેલી પડે છે અને ઘણી વખત પી એચ સી માં ડોકટર સાહેબ હાજર ના હોવાના કારણે દર્દીઓ ને ખાનગી હોસ્પિટલો નો સહારો લેવો પડે છે .

જેના કારણે મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા ના ખિસ્સા ઉપર માર પડે છે અને તેમાં પણ છેક પાવીજેતપુર અને બોડેલી સુધી લાંબા થવું પડે છે જે મોંઘું તો પડે જ છે સાથે સાથે ઘણી વખત સમયસર સારવાર ન મળતાં દર્દી ના જીવનું જોખમ વધી જાય છે અને બીજું કે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ બીજા ૦૯ જેટલા સબ-સેન્ટરો જેવા કે ઘુટણવડ, ખાંડિયા-અમાદર, ઉમરવા, લીંબાણી, ઝાબ, મોટી બેજ, રાયપુર, અને કોલીયારીસંકળાયેલા છે અને કુલ ટોટલ ૨૪ ગામડાઓને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થી લાભ મળે છે. તો સરકાર શ્રી દ્વારા વહેલા માં વહેલી તકે કાયમી તબીબ ની નિમણૂક કરવામાં આવે તે ખુબજ જરૂરી છે જેના કારણે હોસ્પીટલ ની અન્ય સેવાઓ તથા કર્મચારીઓ ની સેવાઓ પણ વધુ સુસંગત થશે કારણકે આ પ્રાથમિક માં હાલ ૬૨ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. તો આ પંથકની જનતાના હિત માટે ડુંગરવાટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટરની નિમણૂંક કરવા માટે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને જિલ્લા ના આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ખાસ રસ લઈ અને યોગ્ય નિર્ણય કરે તેવુ આ વિસ્તારની જાહેર જનતા પણ ઇચ્છી રહી છે.ત્યારે સૌ જનતા વતી યુવા નેતા ચંદ્રસિંહ ઉર્ફ શેખર ભાઈ રાઠવા એ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરેલ છે.. રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments