HomeGujaratGujarat : તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે...

Gujarat : તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર

તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ અને નિઝરને જોડતા હાઈવે પર બે બાઈક પૂરપાટ ઝડપે સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં શ્રવણ, સંદીપ અને ઋષિકેશ વળવી નામના ત્રણ યુવાનોને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments