E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : થરાદના ચાગડા ગામે મારવાડી ચૌધરી સમાજનું સામાજિક બંધારણ: 'એક સમાજ,...

Gujarat : થરાદના ચાગડા ગામે મારવાડી ચૌધરી સમાજનું સામાજિક બંધારણ: ‘એક સમાજ, એક જાજમ, એક રિવાજ’ મુજબ બંધારણ ઘડ્યું

વાવ-થરાદ પંથકના મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક એકતા અને સંસ્કારને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રાજેશ્વર ધામ ચાગડા ખાતે યોજાયેલી સમાજની વિશાળ બેઠકમાં “એક સમાજ – એક જાજમ – એક રિવાજ” ના સૂત્ર સાથે સમાજનું નવું બંધારણ તૈયાર કરી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.


બેઠક દરમિયાન લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, બેબી શાવર, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સહિતના વિવિધ સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરી સુધારણા કરવામાં આવ્યા. સમાજમાં એકરૂપતા રહે અને અનાવશ્યક ખર્ચા તથા કુરિવાજો અટકે તે માટે આગેવાનો દ્વારા સહમતી સાધવામાં આવી.
આ પ્રસંગે દયારામજી મહારાજ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમની હાજરીમાં સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓએ બંધારણને સ્વીકારી અમલમાં મૂકવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.
સમાજના વડીલો મુજબ આ નિર્ણયથી આવનારી પેઢીને સારા સંસ્કાર મળશે અને સમાજ વધુ સંગઠિત બનશે.

અહેવાલ :પ્રધાનજી ઠાકોર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments