E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : થરા માં આઇ ટેવેન્ટી ગાડી અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત.

GUJARAT : થરા માં આઇ ટેવેન્ટી ગાડી અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલના ભત્રીજા,બનાસ ડેરી,પ્રગતિબેંક થરાના ડિરેક્ટર માર્કેટ ખાતે આવેલ પટેલ વિસાભાઈ રામાભાઈ પેઢીના માલિક ખસા ના વતની અને થરાને કર્મભૂમિ બનાવી થરા ખાતે રહેતા સમાજ ના એક ઉદ્યમી,સતત સેવાભાવી અને નિષ્ઠાવાન યુવાન વડીલ અને શેઠના હુલામણા નામથી ઓળખાતા ચૌધરી ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરી (ઉ.વર્ષ.આ.૪૮) નું ગઈ કાલ તા. ૧૪/૦૬/૨૦૨૫ ને શનિવાર ના રોજ થરા નેશનલ હાઈવેના ઓવર બ્રીજ પર જુના પોલીસ કવોટર સામે શિહોરીથી રાધનપુર તરફ જતું ડમ્પર નં.આર.જે.૦૪ જી.સી.૪૬૬૧ અને આઈ-૨૦ કાર નં.જી.જે.૨૭ બી.ઈ.૮૯૭૧ વચ્ચે સવારે દશ વાગ્યા આસ પાસ થયેલ માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ હતી. અકસ્માતના સમાચાર જેમ જેમ મળતાં લોકો ઘટના સ્થળે તથા થરા શ્રી જે. વી.શાહ સરકારી રેફરલ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.સ્વ. ગોવિંદભાઈ વિસાભાઈ ચૌધરી લોકોમાં નાની ઉંમરે સારી એવી લોકચાહના ધરાવતા યુવા વેપારી હતા.ઘટનાની જાણ થતાં થરા ટાઉન પી. આઇ. કે. બી દેસાઈ પોલીસ જમાદાર તથા ટી. આર.બી.જવાનો ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક વ્યવસ્થાને સંભાળી હતી.સ્વ.ગોવિંદભાઈ ચૌધરીનો પાર્થિવ દેહને માદરે વતન ખસા ખાતે લાવતા સ્મશાન યાત્રામાં અણદાભાઈ પટેલ, રાજાભાઈ પટેલ,ભેમાભાઈ પટેલ,શંકરભાઈ પટેલ સહીત તેમનો પરિવાર તેમજ સામાજિક -રાજકીય આગેવાનો, વહેપારીઓ,ખેડૂત વર્ગ વિશાળ સંખ્યામાં સ્મશાનયાત્રામા જોડાઈ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

REPORTER : માનસિંહ ચૌહાણ કાંકરેજ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments