E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujaratGujarat : દમણ ગુજરાતના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યા

Gujarat : દમણ ગુજરાતના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યા

દમણ ગુજરાતના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની ગયું છે. રાજ્યમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતીઓ વેકેશન ગાળવા માટે દમણ જઇ રહ્યાં છે.

સંઘ પ્રદેશ દમણનો છેલ્લા પાંચ વર્ષથી સારો વિકાસ થઇ રહ્યો છે જેથી પ્રવાસીઓ ઉનાળાના વેકેશનમાં સમય ગાળાવા માટે દમણ પર પસંદગી ઉતારી રહ્યાં છે.દમણનો વિકાસ ગોવાની જેમ કરવામાં આવી રહ્યો છે જેથી છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તો જ્યારે વેકેશનનો માહોલ હોય ત્યારે તો પ્રવાસીઓ ની સંખ્યા પાંચ ગણી થઈ જાય છે.દમણના ના તમામ દરિયા કિનારે વોકવે બનાવવામાં આવ્યો છે .નમો પથ તરીકે જાણીતા આ વોક વે પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે .હાલે દમણ દરિયામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ના કારણે ભારે ભરતીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેથી દમણના જંપોર , જેટી , દેવકા જેવા તમામ બીચ પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. દમણ માં આવતા પ્રવાસીઓ ઐતિહાસિક કિલ્લાઓ, ચર્ચ, એશિયાની સૌથી મોટુ પક્ષીઘર, નાઈટ માર્કેટ, toy ટ્રેન , ગો કાર્ટીગ એડવેન્ચર સ્પોર્ટ્સ તેમજ વોટર સ્પોટ્સની મજા માણી રહ્યા છે. એક સમયે દમણમાં માત્ર વલસાડ તેમજ સુરતના લોકો ખાવા પીવાની મજા માટે આવતા હતા. જોકે હવે ગુજરાતના અન્ય જિલ્લામાંથી લોકો દમણ વેકેશન ગાળવા આવી રહ્યાં છે.

ઉમંગ રાવલ સંઘ પ્રદેશ દમણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments