હવામાન વિભાગ ની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં દિયોદર પંથકમાં પણ એકાએક સમી સાંજે એકાએક વાતાવરણ માં પલટો આવ્યા બાદ વરસાદ નું આગમન થયું હતું જેમાં મોડી સાંજે દિયોદર આજુ બાજુ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં દિયોદર માં ભારે વરસાદ ના કારણે પ્રગતિનગર,પોલીસ સ્ટેશન રોડ,જૂના બસ સ્ટેશન ,નવા એસ ટી ડેપો સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો બીજી તરફ દિયોદર ગ્રામીણ વિસ્તારમાં પણ અનેક ગામોમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા સારા વરસાદ થી ખેડૂતોમાં ખુશી ની લહેર જોવા મળી આવી હતી.
