E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા

Gujarat : દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા

દ્વારકા રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી ખૂબ જ કિંમતી અને પ્રતિબંધિત એવી વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના બે શખ્સોને ઝડપી લેવાયા હતા. એલસીબી પોલીસની કાર્યવાહીમાં 1.15 કિલો વજનની વ્હેલ માછલીની ઉલટી કબજે લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા દ્વારકાના દરિયા કાંઠા વિસ્તારમાં એલસીબી પોલીસ પી.આઇ. બી.જે.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઇ ભટ્ટ (ઉ.વ. 35, રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઇ સંભવાણી (ઉ.વ.47, રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને 1.15 કરોડની કિંમતની વ્હેલ માછલીની એમ્બર ગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments