દ્વારકા શારદાપીઠાશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પંચમહાલ જીલ્લાના પ્રવાસે છે.અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોંમાં હાજરી આપી રહ્યા છે. શનિવારના રોજ તેઓ શહેરાનગરના મહેમાન બન્યા હતા

.શોભાયાત્રામાં ભાવિકો દ્વારા તેમની પર પુષ્પાવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. મહાલક્ષ્મી મંદિર ખાતે યોજાયેલા આર્શિવચન કાર્યક્રમમા હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે તેઓએ મહાદેવના દર્શન કર્યા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન અંતર્ગત દ્વારકા શારદાપીઠાધિશ્વર અનંત વિભુષિત જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી મહારાજ મહેમાન બન્યા હતા. શહેરાનગરની ધર્મપ્રેમી જનતા મોટી સખ્યામા ઉમટી પડી હતી. શહેરા સરકારી દવાખાનાથી હોળી ચકલા સુધી તેમનુ ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. તેમના પર પુષ્પવર્ષા કરવામા આવી હતી. ત્યારબાદ તેઓ શહેરાના નાડા રોડ ખાતે આવેલી મહાલક્ષ્મી મંદિર ખાતે ગુરુપુજન ,આર્શિવચનનો લહાવો લીધો હતો. તેમને ભાવિકોને સનાતન ધર્મની મહાનતા વિશે જણાવ્યુ હતુ. ત્યારબાદ તેમને શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા મરુડેશ્વર મહાદેવ મંદિર ખાતે મુલાકાત લીધી હતી. તેમને મહાદેવના વિશાળ શિવલિંગના દર્શન કર્યા હતા.અહિ પણ ભાવિકો તેમના આર્શિવાદ લેવા ઉમટી પડ્યા હતા.


