E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ધનસુરા-બાયડ હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ...

Gujarat : ધનસુરા-બાયડ હાઈવે પર અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત

ધનસુરા-બાયડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક ઉપર સવાર બે ઈસમો રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓને લઈ ખેડાના કંથરઇ ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે બાઈક સવાર ઈસમને પગના ભાગે ફેકચર થયું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી છુટયો હતો. આ બનાવ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.


ખેડા જિલ્લાના કંથરઈ ગામના જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ (ઉ.વ.૨૬) અને મહિપતસિંહ વખતસિંહ પરમાર બંને જણા ઘરેથી બાઈક લઈ અંબાજી જવાનું કહી નીકળ્યા હતા. બાયડ-ધનસુરા હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા. ત્યારે ધનસુરા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગલફતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેથી ચાલક અને બાઈક પાછળ બેસેલા બંને યુવકોે રોડ ઉપર પટકાતાં શરીરે ગંભીર ઈજા થઇ હતી. જેમાં જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે મહિપતસિંહ પરમારને પગે ફેકચર થતાં વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ અમદાવાદ રિફર કરાયા હતા.

આ બનાવ અંગે મૃતકના ભાઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments